હળવદ તાલુકાના દેવીપુર ગામે ઝેરી દવા ગટગટાવી જનાર આદિવાસી યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા વિકાસ હસનભાઇ આદીવાસી (ઉ.વ.૩૦)એ ખેતરમાં મગફળીમા છાટવાની દવા પી જતક ગંભીર અસર થવા પામી હતી જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પ્રથમ સારવાર માટે મોરબીની પ્રાઇવેટ હોસ્પીટલમાં ખસેડાયા બાદ વધુ સારવારની જરૂર જણાંતા અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે અપમૃત્યુંની નોંધ કરી તપાસ તેજ બનાવી છે.