રાજ્ય સરકારે અગાઉ 23 નવેમ્બરથી શાળા કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ કોરોનાએ ફરી માથું ઊંચક્યું હોય સરકારે આ નિર્ણય મૌકુફ રાખ્યો છે.
રાજ્ય સરકારે અગાઉ 23 નવેમ્બરથી ધો.9 થી 12 અને કોલેજોના શૈક્ષણિક વર્ગ શરૂ કરવાની કવાયત હાથ ધરી દીધી હતી. જો કે કોરોનાને લઈને પરિસ્થિતિ વધુ વણસી રહી હોય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લઈને 23મીથી શાળા-કોલેજો ન ખોલવાની નવી જાહેરાત કરી છે.