મોરબીના મહેન્દ્રનગર ગામેને ઓવર બ્રીજના બદલે વરસાદી પાણીના નિકાલ અને ભૂગર્ભ ગટરની સુવિધા આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લાના મહેન્દ્રનગર ગામે આવેલ ચાર રસ્તા ખાતે ઓવર બ્રીજ બનાવવા માટે મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકાતના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પરંતુ મહેન્ર્દનગર ગામને ખુબજ અગત્યની અને સૌથી વધારે જો કોઈ જરૂરિયાત હોય તો તે છે. વરસાદના પાણીના નિકાલની અને ભૂગર્ભ ગટરની સુવિધા જરૂરી છે.. પરંતુ તંત્ર આ બાબતે ઘ્યાન આપવામાં ન આવતું હોવાની રાવ ઉઠી છે.તો આ દિશામાં કાર્યવાહી કરવા રજૂઆતના અંતમાં જણાવાયું છે.