Friday, April 26, 2024
HomeGujaratમોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલયની માંગને લઈને સામાજિક અગ્રણીઓ દ્વારા આંદોલનની...

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલા શૌચાલયની માંગને લઈને સામાજિક અગ્રણીઓ દ્વારા આંદોલનની ચીમકી અપાઈ

મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયની અંગે આગેવાનો અનેક વખત રજૂઆતો કરીને થાક્યા હોવા છતાં આજદીન સુધી સુવિધા ઉભી કરવામાં ન આવતા સમાજીક અગ્રણીઓ દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા કલેક્ટર સહિતનાઓને ફરી એક વખત રજુઆત કરી સમસ્યાનો અંત લાવવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા, મુસાભાઈ બ્લોચ સહિતનાઓએ રજૂઆત કરી જણાવ્યું કે, મોરબીના નહેરૂ ગેઇટના ચોકમાં મહિલા શૌચાલયના અભાવને પગલે ગામડાઓમાંથી ખરીદી અર્થે આવતી મહિલાઓ મુશ્કેલી અને શરમ અનુભવી રહી છે.વર્ષોથી શૌચાલયની અંગે રજુઆત કરવા છતાં સંતોષ કારક જવાબ મળતો નથી. હાલ લગ્નસરાની સીઝન અને તહેવારોની સીઝનમાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી અર્થે આવતી હોય છે ત્યારે શૌચાલયની સુવિધાના અભાવને લઈને તેઓ મૂંઝવણમાં મુકાતી હોય છે. તો નહેરુ ગેઇટ ચોકમાં જરૂરી જગ્યા પણ છે તો વિલંબ કેમ ? આગામી સમયમાં આ દિશામાં ભાગના નહિ ભરાઈ તો મહિલાઓને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેમ રજૂઆતના અંતમાં સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!