Monday, May 6, 2024
HomeGujaratપશ્ચિમ બંગાળના સાંસદ માફી માંગે તેવી માંગ સાથે મોરબી જૈન સમાજ દ્વારા...

પશ્ચિમ બંગાળના સાંસદ માફી માંગે તેવી માંગ સાથે મોરબી જૈન સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયું

જૈન ધર્મ પર અશોભનીય ટીપ્પણી કરનાર પશ્ચિમ બંગાળના ટીએમસીના સંસદ મહુઆ મોઇત્રા માફી માંગે તેવી માંગ સાથે મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યું કે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સંસદ મહુઆ મોઇત્રા દ્વારા સંસદ ભવનમાં જૈન ધર્મ પર અશોભનીય ટીપ્પણી કરી હતી, કે જૈનના દીકરાઓ પરિવારથી છુપાઈને કબાબ અને નોનવેજ ખાય છે. જૈન સમાજ અહિંસા પરમો ધર્મ થી ઓળખાય છે, નોનવેજની વાત તો બહુ દુર રહી ગઈ પરંતુ જૈન ધર્મમાં કંદમૂળ બિલકુલ વપરાતા નથી કંદમૂળ આરોગવું મોટું પાપ છે જૈન ધર્મ ત્યાગ અહિંસા જીવદયા પ્રેમી તરીકે ઓળખાય છે. મહુઆ મોઇત્રા પોતાના રાજકીય લાભ અથવા પ્રસિદ્ધિ મેળવવા માટે આ નિવેદનને સમસ્ત વિશ્વના જૈન સમાજ તેમના નિવેદન ને વખોડીએ છીએ, કોઈપણ સંસદ કે રાજકીય કે સામાન્ય વ્યક્તિએ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો હક્ક નથી, તો આગામી સમયમાં સંસદ ભવનમાં કે જાહેરમાં ફક્ત જૈન જ નહિ પરંતુ કોઈપણ ધર્મ વિષે ટીપ્પણી કરવાનો અધિકાર નથી. આથી મોરબીના સમસ્ત જૈન સમાજની સંસદ મહુઆ મોઇત્રા તેમને કરેલ ટીપ્પણી જાહેરમાં અને સંસદ ભવનમાં પરત ખેંચી લ્યે અને માફી માંગે તેવી માંગ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!