Monday, November 25, 2024
HomeGujaratમાથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૦૮ એમ્બ્યુલન્સ આપવા ૧૦ ગામના સરપંચની માંગ

માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૦૮ એમ્બ્યુલન્સ આપવા ૧૦ ગામના સરપંચની માંગ

દર્દીને જરૂરિયાત સમયે સમયસર ૧૦૮ (એમ્બ્યુલન્સ) આવી ન શકતી હોવાથી સાંસદ અને ધારાસભ્યને કરાઇ રજૂઆત

- Advertisement -
- Advertisement -

હળવદ: દર્દીઓને ગમે તેવા સમયે ગમે ત્યા વિનામૂલ્યે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ૧૦૮( એમ્બ્યુલન્સ )ની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ હળવદ તાલુકાના આજે પણ ઘણા એવા ગામો છે કે જ્યાં તાલુકા મથકેથી એમ્બ્યુલન્સને પહોંચતા વાર લાગી જતી હોવાથી દર્દીઓને ખરા સમયે સમયસર સારવાર મળી શકતી ન હોવાને કારણે પરેશાની વેઠવી પડતી હોય છે ત્યારે હળવદના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૮ (એમ્બ્યુલન્સ)ફાળવવામાં આવે તો આજુબાજુનાં ૧૦ થી વધુ ગામોને લાભ મળી શકે તેમ હોય જેથી આજે તાલુકાના ૧૦ ગામના સરપંચએ સુરેન્દ્રનગર ના સાંસદને અને ધારાસભ્યને રજૂઆત કરી એમ્બ્યુલન્સ ફાળવવા માંગ કરી હતી

કોઈપણ આરોગ્યલક્ષી સારવાર લેવા માટે હળવદ તાલુકાના માથક, ચૂંપણી,ખેતરડી, માણેકવાડા,શિવપુર,ડુંગરપુર, રાતાભેર,રાયધ્રા,રણછોડગઢ તેમજ સુંદરી ભવાની જેવા ગામો મા મોરબી-હળવદ,વાંકાનેર કે થાનગઢ જેવા શહેરો સુધી પહોંચવા માટે ૧૦૮ (એમ્બ્યુલન્સ)ની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ ઉપરોક્ત ગામોને ખરાબ સમય ૧૦૮ એમ્બ્યુલન્સ નો લાભ ન મળતો હોવાને કારણે ભારે પરેશાની વેઠવી પડતી હોય છે

ત્યારે તાલુકાના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જો ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તો ઉપરોક્ત ૧૦ થી વધુ ગામોના લોકોને આરોગ્યલક્ષી સારવાર લેવા માટે હોસ્પિટલ સુધી પહોંચવા માં સરળતા મળે તેમ છે જેથી આજે માથક ગામના સરપંચ વાઘજીભાઈ ઠાકોર,ચૂંપણી ગામના પ્રભુભાઈ કોળી,ભવનભાઈ ભરવાડ સહિતનાઓએ સાંસદ સભ્ય ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાને રૂબરૂ મળી દસ ગામના સરપંચના લેટર પેડ ઉપર લેખિતમાં રજૂઆત કરી ૧૦૮( એમ્બ્યુલન્સ)ની સુવિધા માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!