મોરબીમાં આજે મોરબીનગરપાલિકાની ટીમ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર સોસાયટીના કોર્નર પર 16 દુકાનો અને બે મકાનો સહિતનું દબાણ દૂર કરાયું,
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં થોડા દિવસો પહેલા સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જે મામલે સ્થાનિકોએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી હતી,
વિદ્યુતનગરના રહીશોએ આવેદનમાં જણાવ્યું હતું કે સામાકાંઠે મહારાણા પ્રતાપ માર્ગે, સર્કીટ હાઉસ સામે વિદ્યુતનગર સોસાયટી આવેલ છે,જે સોસાયટીનું હલણ સર્કીટ હાઉસ સામે મહેન્દ્રનગર રોડ સર્વિસ રોડ પાસેથી આવેલ છે જે સોસાયટીના આગળના ભાગે ખાલી જગ્યામાં મકાનોવાળા તેના મકાનો અન્યને વેચાણ કરી ભંગારના ડેલા, દુકાનો અને રેતીના વેપારીઓએ દબાણ કરેલ છે સરકારી જગ્યામાં બાંધકામ કરી દુકાનો ભાડે આપી ભાડા ઉઘરાવતા હતા,
તે અનુસંધાને આજે મોરબી નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા,
વધુમાં ચીફઓફિસરે જણાવ્યું આગામી દિવસોમાં હજુ પણ દબાણો દૂર કરવામાં આવશે.