Thursday, January 9, 2025
HomeGujaratભડીયાદ ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: 2 આરોપીઓ ઝબ્બે

ભડીયાદ ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ: 2 આરોપીઓ ઝબ્બે

મોરબી તાલુકાના ભડીયાદ ગામે ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા 2 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોળા પાસે આવેલ દેવીસિંહ ઉર્ફે લાલભા પચાણજી ઝાલાના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે આરોપી દેવીસિંહ ઉર્ફે લાલભા પચાણજી ઝાલા (ઉ.વ.૩૬) ધ, રહે. ભડીયાદ, તા.જી.મોરબી, ધીરજભાઇ અવચરભાઇ સોમાણી (ઉ.વ.૨૧) રહે. ભડીયાદ કાંટા, તા.જી.મોરબી, મુળ રહે. ભેલા, તા.માળીયાને ઝડપી લીધા હતા. મોરબી તાલુકા પોલીસે દેશીદારૂ લી-૫૦ કિ.રૂા.૧૦૦૦/- તથા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લી-૨૦૦ કિ.રૂા.૪૦૦/- તથા પતરાનું નાનું બેરલ નંગ-૦૧ કિ.રૂ.૫૦/- તથા ગરમ આથો ૫૦, કિ.રૂ.૧૦૦, નળી, ટીનનું મોટુ બકડીયુ, પાણીની બોટલ આશરે ૨૦ લીટર ક્ષમતાવાળી નંગ-૦૧,એક ગેસનો ચુલો, બાટલો નંગ-૦૧ કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૩,૧૪૦/- નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!