Wednesday, June 17, 2026
HomeGujaratઅવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ અટકાયત

અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ અટકાયત

મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમે અવારનવાર વ્યાજવટાવના ગુનામાં પકડાયેલા થોરાળા ગામના એક શખ્સ સામે પાસા હેઠળ દરખાસ્ત કરતાં કલેક્ટરે મંજૂરી આપતા તેને ડિટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત વ્યાજવટાવના ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ રહે. થોરાળા તા.મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. જેથી જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતાં આરોપીને ઝડપી લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!