Sunday, January 5, 2025
HomeGujaratદેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા વિનામૂલ્યે આંખના મેગા કેમ્પનું કરાયું આયોજન

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા વિનામૂલ્યે આંખના મેગા કેમ્પનું કરાયું આયોજન

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા વિના અમૂલ્ય આંખના મેગા કેમ્પનું આયોજન તા.૨૭/૦૧/૨૦૨૪ થી ૦૩/૦૨/૨૦૨૪ સુધી કરવામાં આવ્યું છે. વાંકાનેરના રાજકોટ રોડ ખાતે આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે એન.આર.દોશી આંખની હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાયું છે.જે કેમ્પમાં લાભ લેવા માંગતા ત્રાંસી આંખના દર્દીઓ પોતાનું નામ ફોન નં.(૦૨૮૨૮) ૨૨૨૦૮૨ અને મો. ૯૪૦૮૯ ૩૯૯૮૨ પર નોધાવી શકે છે.

- Advertisement -
- Advertisement -

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા વાંકાનેરના રાજકોટ રોડ ખાતે નવા બસ સ્ટેન્ડ પાસે વિદ્યા ભારતી સ્કૂલની સામે આવેલ એન.આર.દોશી આંખ ની હોસ્પિટલ ખાતે આંખ નો વિના મૂલ્યે મેગા કેમ્પ ૨૭/૦૧/૨૦૨૪ થી ૦૩/૦૨/૨૦૨૪ સુધી રાખવામાં આવ્યો છે. જે કેમ્પમાં બાળકોની આંખના રોગ માટે ૧૬ વર્ષ સુધી ઉંમરના બાળકો માટે ત્રાંસી આંખ, બાળ મોતિયો તથા આંખના અન્ય રોગોનું વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર ઓપરેશન કરવામાં આવશે. તેમજ ત્રાંસી આંખના મોટી ઉંમરના દર્દીઓ માટે વિના મૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે. જે કેમ્પ નો લાભ લેવા માટે રજીસ્ટર કરાવવું ફરજિયાત છે. અને તેના માટે સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ તેમજ ૦૨:૦૦ થી ૦૫:૦૦ સુધી ફોન નંબર (૦૨૮૨૮) ૨૨૨૦૮૨ તેમજ મોબાઇલ નં.૯૪૦૮૯ ૩૯૯૮૨ પર નામ નોંધાવી શકે છે. જે કેમ્પમાં મુખ્ય દાતા તરીકે સ્ટુઅર્ટ પાવર્સ યુ.કે જોડાયા છે. જે કેમ્પની વધુ માહિતી માટે ડૉ.ધવલ કથીરીયા મો. ૯૪૦૮૯ ૩૯૯૮૨ અને ડૉ. તેજસભાઇ શાહ મો. ૭૫૬૭૦ ૪૯૩૦૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!