Sunday, November 17, 2024
HomeGujaratહળવદ માણેકવાડા મહિલા સરપંચ નો સસ્પેન્ડ હુકમ રદ કરવાનો વિકાસ કમિશનરનો આદેશ

હળવદ માણેકવાડા મહિલા સરપંચ નો સસ્પેન્ડ હુકમ રદ કરવાનો વિકાસ કમિશનરનો આદેશ

હળવદ તાલુકાના માણેકવાડા ગામના મહિલા સરપંચ હંસાબેન વજાભાઈ કડોણા સામે ગામના તળાવ કાંઠે બની રહેલા વોશિગ ઘાટમાં સિમેન્ટ ના બદલે માટીના ગારાથી નિર્માણ થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. અને મોટા પાયે ભષ્ટ્રાચાર થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. સાથો સાથ મહિલા સરપંચ હંસાબેન કડોણાની પણ મીલીભગત હોવાના આક્ષેપ થતાં ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

- Advertisement -
- Advertisement -

માણેકવાડાના મહિલા સરપંચ વિરૂદ્ધ કામમાં ચાલતા ભષ્ટ્રાચારની તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ ડીડીઓના હુકમથી નારાજ થઈ મહિલા સરપંચ દ્વારા વિકાસ કમિશનરમાં ફરિયાદ કરી હતી. જેના આધારે વિકાસ કમિશનર દ્વારા તેમને સાંભળ્યા હતાં. બાદમાં વિકાસ કમિશનર દ્વારા સરપંચને હોદા પરથી દૂર કરવાના ડીડીઓના હુકમને રદ કરી ફરી સરપંચના હોદા પરથી પ્રસ્થાપિત કરવા હુકમ કર્યો હતો. આ હુકમ સાથે મહિલા સરપંચ હંસા બેને ફરીથી હોદો સંભાળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!