કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. હવામાન વિભાગે કમોસમી વરસદની આગાહી કરી હતી જેના પગલે આજે રાજ્યના ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામે પણ જોરદાર પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડયા હતા.
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ એકાએક પલટો આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે હળવદ તાલુકાના ધનાળા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદનું આગમન થયું હતું. આમ કમોસમી વરસાદ પડતાં ધરતી પુત્રોને ચિંતામાં વધારો થયો હતો.પાક નિષફળ જવાની ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કરા પડ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સાથે વાવાઝોડું ડમરીને પવનનું જોરદાર વરસાદનું ઝાપટું આવ્યું હતું.