Monday, January 27, 2025
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના ઢુવા પોલીસે પોકેટ મોબાઇલથી ચોરીના મોટર સાઈકલ સાથે એક શખ્સને...

વાંકાનેર તાલુકાના ઢુવા પોલીસે પોકેટ મોબાઇલથી ચોરીના મોટર સાઈકલ સાથે એક શખ્સને પકડી પાડ્યો

વાંકાનેરના ઢુવા વિસ્તારમાંથી થયેલ બાઈક ચોરીમાં પોકેટ મોબાઈલ દ્વારા મોટર સાઈકલ સાથે એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી એસ આઈ આર પી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ વાહન ચોરીના ગુન્હાની તપાસ દરમિયાન વાંકાનેરના ઢુવા ગામે ઓવરબ્રિજ નીચે વાહનચેકિંગ દરમિયાન મોટર સાઈકલ નંબર જીજે ૩૬ કે ૬૫૨૭ વાળું લઈને પસાર થતા વાહન ચાલકને રોકી મોટર સાઈકલ હીરો સ્પ્લેન્ડર નંબર જીજે ૩૬ કે ૬૫૨૭ ના મોબાઈલ પોકેટ કોપની મદદથી તપાસ કરતા માલિક વિનોદભાઈ જગાભાઈ ઘેણોજા રહે-માટેલ વાળા હોવાનું જાણવા મળતા મોટર ચોરી થયા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ હોય જેથી મોટર સાઈકલ ચાલક આરોપી અશોકભાઈ ભીમજીભાઈ બારૈયાએ ચોરીની કબુલાત આપતા મોટર સાઈકલ કીમત રૂ.૨૦,૦૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!