Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના અગાભી પીપળીયા ગામે ભાભીની હત્યા કરનાર દિયર ઝડપાયો

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ભાભીની હત્યા કરનાર દિયર ઝડપાયો

વાંકાનેર તાલુકામાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં અગાભી પીપળીયા ગામે ઘરના નાના એવા કજીયામાં દિયરના હાથે ભાભીની માર મારીને હત્યા થઈ હતી જેમાં પોલીસે આરોપી દિયર ની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીભાઈ જખાણીયા (ઉ.વ.25) એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો. પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેને ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે તેમના પતિ સાથે થયેલ ઝઘડાની વાત કરવા આવી હોય જે વાતનું આરોપીને સારું નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને મીનાબેનને માર માર્યો હતો બાદમાં ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મીનાબેનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મુકેશ સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો જેમાં વાંકાનેર તાલુકા પોલીસે હત્યા નિપજાવનાર આરોપી દિયર મુકેશ ઝાંખનિયા ની ધરપકડ કરી છે જે જે બનાબ અંગેની વધુ માહિતી મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!