Friday, April 26, 2024
HomeGujaratમોરબીના જાંબુડિયા ગામ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતાં પત્નીનું ઘટનાસ્થળે મોત

મોરબીના જાંબુડિયા ગામ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતાં પત્નીનું ઘટનાસ્થળે મોત

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક ટ્રકે હડફેટે લેતાં બાઇકસવાર દંપતી ખંડિત થયું છે. જેમાં પત્નીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ફરિયાદની નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના નવલખી રોડ ઉપર શ્રદ્ધા પાર્કમાં રહેતા પરેશભાઈ પિત્રોડા તેમના પત્ની દમયંતીબેન (ઉ.વ. 40) ગઈકાલે બાઈક પર જાંબુડિયા ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ટ્રકચાલકે બાઇકને પાછળના ભાગે ઠોકર મારતાં દંપતી બાઈક પરથી ગબડી પડ્યું હતું. આ અકસ્માતમાં દમયંતીબેન પર ટ્રક્નું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું. જેથી, પતિની નજર સામે જ તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેમજ પરેશભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં પોલીસ દ્વારા અજાણ્યા ટ્રકચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!