Wednesday, December 4, 2024
HomeGujaratટંકારા તાલુકાની સૌથી મોટી ટંકારા ગ્રામ પંચાયત માં ત્રિ-પાખયો જંગ

ટંકારા તાલુકાની સૌથી મોટી ટંકારા ગ્રામ પંચાયત માં ત્રિ-પાખયો જંગ

મતદાન દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તાલુકાની સૌથી મોટી 9 હજારથી વધુ મતદારો ધરાવતી ટંકારા ગ્રામ પંચાયત જેમા કુલ 14 વોર્ડ નો સમાવેશ થાય છે જેમા સરપંચ બનવા ત્રણ ઉમેદવારો પોતાની પેનલના સભ્યો સાથે મેદાને ઉતર્યા છે. ટંકારા પંચાયત ચુનાવ જ્ઞાતિવાદ કરેલ કામ અને નામ આધારે લડાતું આવ્યુ છે એજ રીતે આવખતની ચુંટણી પણ લડાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા ગ્રામ પંચાયતના મતદારોમાં સોથી વધુ 2250 જેટલા પાટીદાર, 2000 જેટલા મુસ્લિમ, 1130 જેટલા દેવીપુજક, 500 જેટલા ભરવાડ, 500 જેટલા અનુ. જાતિ, 400 જેટલા કોળી ઠાકોર, ઉપરાંત લુહાણા સોની બ્રાહ્મણ વાણીયા સુથાર લુહાર સાધુ ગઢવી રબારી કડિયા કુંભાર દરબાર મોચી વાણંદ ખત્રી સહિતના 2000 જેટલા અને એ ઉપરાંત પણ 250 જેટલા જુદા જુદા સમાજના મતદારો મળી કુલ 9000 થી વધુ મતદારો છે.

આ ટર્મમાં ટંકારા પંથકમાં પ્રખ્યાત છાપરી વાળા ઈશાબાપા પુર્વ સરપંચના પુત્ર હબીબ ઈશા સરપંચ માટે મેદાનમાં છે તો એજ કુટુંબના ઈશાબાપાના પૌત્ર તથા માજી સરપંચ ઈભુભાઈ ના પુત્ર યુવા એડવોકેટ સિરાઝ અબ્રાણી સરપંચ તરીકે ઉમેદવારી કરતા કાકો ભત્રીજો મેદાનમાં ઉતાર્યા છે તો સામે પાટીદાર સમાજ માંથી નિવુત શિક્ષક ગોરધનભાઈ ખોખાણી ઉર્ફે માસ્તર ચુંટણી લડી રહ્યાં છે જેથી ખરા ખરીનો ત્રિ-પાખયો જંગ જામ્યો છે.

ધણા દશકા સહકારી ક્ષેત્રના ભિષમપિતા વાધજી બોડાના નેજા હેઠળ ચુનાવ થતો આવ્યો છે જેના આશિવાઁદથી કાનાભાઇ સરપંચ પતિ પત્ની બે ટર્મ વટભેર ચુંટાયેલા જે આ વખતે ચુંટણીના રણમેદાનમા ઉતર્યા નથી પરંતુ તેના સાથી મિત્રો ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદારો પણ શાણા થઈ પ્રત્યેક પ્રતિસ્પર્ધી ને તેની સાથે છે નો ખોંખારો ખાઈને આશ્વાસન આપી મન કળાવા દેતા નથી જેથી ભર શિયાળે રીતસર નો ગરમાવો જોવા મળી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!