જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે જેમાં અન્ય આઠ આગેવાનો પણ સાથે જોડાઈ તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે : નારાજગી પાછળનું ટિકિટ ન આપી હોવાનું અનુમાન
મોરબીમાં આજે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા ફોર્મ ભરવાના છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ કોંગ્રેસ તરફથી ફોર્મ ભરશે અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે ત્યારે બીજી બાજુ કોંગ્રેસને વધુ એક રાજકીય નાઈટ ઓપરેશનનો શિકાર થવું પડ્યું છે જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન કિશોર ચીખલીયા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ બે દિવસથી સેવાઇ રહી હતી જેના પર આજે મહોર લાગી છે અને ગતરાત્રીના રાજકીય આગેવાનોની ખાનગી મીટીંગ દરમ્યાન કિશોર ચીખલીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી આજે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જો કે આ વાતને કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલે સ્વીકાર કરી અને કિશોર ચીખલીયાને પક્ષ તરફે નારાજગી હોવાનું જણાવી કિશોર ચીખલીયા ભાજપમાં વહીવટી પ્રક્રિયા થી જોડાયા હોવાના આક્ષેપો કર્યા છે ત્યારે જ્યંતી ભાઈએ આ પક્ષ પલટા થી કોંગ્રેસ ને ફાયદો થશે અને કોંગ્રેસ ની જીત નકકી છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે પરન્તુ એક વાત ચોક્કસ થી છે કે આજથી રાજકીય ઓપરેશન શરૂ થઈ ચૂક્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ નજરે દેખાયું છે ત્યારે હવે આગમી સમયમાં શુ થાય એ જોવું રહ્યું.