Wednesday, June 26, 2024
HomeGujaratજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ ટંકારામાં મતદાન મથકની મુલાકાત કરી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ ટંકારામાં મતદાન મથકની મુલાકાત કરી

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ટંકારામાં મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી. અને સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ ટંકારામાં મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આપ્યું હતું.

મતદાન મથક ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે તાલુકા પંચાયત ટંકારા ખાતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. અને સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો. જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી તથા નાયબ જિલ્લાચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખિયા, ટંકારા મામલતદાર કેતન સખીયા તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!