આજે મોરબી સહિત સમગ્ર દેશ વાસીઓ એ પ્રજાસતાક પર્વ ની હોશ ભેર ઉજવણી કરી હતી. જેમાં મોરબી માં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અને મોરબી પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. જેમાં વિધાન સભાના અઘ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા ધ્વજવંદન કરવામાં આવનાર હતું પરંતુ તેઓની નાદુરસ્ત તબિયત ને કારણે તેઓ આવી શક્યા ન હતા. જેથી આ તકે મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા ત્રિરંગાને ફરકાવી અને સમૂહ માં રાષ્ટ્રગાન ગાઈને પ્રજાસત્તાક પર્વ ની હોશ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ દરમિયાન જિલ્લા કલેકટર જે.બી પટેલ દ્વારા મોરબી વહીવટી તંત્રની સુઘડ અને સફળ કામગીરી અને ભવિષ્યમાં કરવામાં આવનાર કામગીરી અંગે જાણકારી આપી હતી તથા કોવિડ વોરિયર્સને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમીયાન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રિકોશન ડોઝ લીધો હતો. ત્યારબાદ મોરબીમાં સેવાકીયકાર્ય કરતી સંસ્થાઓનું કલેકટર જે.બી પટેલના હસ્તે સન્માન પત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મોરબી જિલ્લાના અધિકારીઓ કલેકટર જે.બી.પટેલ, મોરબી ઇન્ચાર્જ એસ.પી.હર્ષ ઉપાધ્યાય, dysp મુનાફખાન પઠાણ, પી.આઇ. જે એમ આલ તથા રાજકીય આગેવાનોમાં ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા, ન.પા પ્રમુખ કુસુમબેન પરમાર, ન.પા.ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તથા પીએસઆઈ બી.વી.ઝાલા એ જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વ નિમિત્તે પોલીસ પરેડનું સફળતાપૂર્વક કમાન્ડિંગ કર્યું હતું.