હળવદથી રણમલપુર જતા રસ્તા પર આવેલ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે હળવદ તાલુકામાં હળવદથી રણમલપુર જતા રસ્તા પર રેલ્વે ફટક આવેલ છે અને ત્યાંથી આશરે ૩૦૦ મીટર દુર બીજી એક રેલ્વે ફાટક આવેલ છે જે ફાટક દિવસ દરમિયાન દર ૩૦ થી ૪૫ મીનીટના અંતરે બંધ કરવામાં આવે છે આ રસ્તો હળવદ તાલુકા માટેનો મુખ્યમાર્ગ હોવાથી રસ્તા પર હળવદ તાલુકાના ૨૦ થી ૨૫ ગામોના લોકોને રોજબરોજ અવરજવર રહેતી હોય છે હળવદ તાલુકાનું એકમાત્ર સ્મશાન પણ ફાટક પછી આવેલ છે
જયારે ફાટક બંધ કરાય ત્યારે સ્મશાનયાત્રાને પણ રાહ જોઇને ઉભું રહેવું પડે છે ફાટક બંધ થવાથી ટ્રાફિક સમસ્યા રહે છે જેથી હળવદથી રણમલપુર જતા રસ્તા પર આવતા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માંગ કરી છે