Wednesday, November 6, 2024
HomeGujaratમોરબીના ધરમપુર ગામે થતા બ્લાસ્ટને પગલે જીલ્લા પંચાયત પ્રમુખે કલેકટરને રજૂઆત કરી

મોરબીના ધરમપુર ગામે થતા બ્લાસ્ટને પગલે જીલ્લા પંચાયત પ્રમુખે કલેકટરને રજૂઆત કરી

મોરબીના ધરમપુર ગામ નજીક આવેલ સ્ટોન ક્રશર દ્વારા બ્લાસ્ટ કરવામાં આવતા હોય જેથી નજીકના ગામોમાં વસતા લોકો ભયના માહોલમાં જીવે છે અને મકાનો ધરાશાયી થતા જાનમાલના નુકસાનીનો ભય રહે છે જેથી જીલ્લા કલેકટરને રજૂઆત કરાઈ છે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે જુના ધરમપુર ગામેથી આશરે ૩ થી ૫ કિલોમીટર દુર સ્ટોન ક્રશર આવેલ છે હાજીપરા નદીના હોક્લા પાસે ખાનગી કંપની દ્વારા કાળા પથ્થરના માલ કાઢવા માટે બ્લાસ્ટ કરાય છે જેથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં તિરાડો પડી ગયેલ છે જયારે બ્લાસ્ટ કરાય છે ત્યારે ધરામાં ધ્રુજારી આવે છે અને ભૂકંપ જેવો અહેસાસ થાય છે સિંચાઈ માટે મોટરનું મશીન ચાલુ કરવામાં પણ જોખમ છે

જેથી સતત ભયના અહેસાસ સાથે રહેવું પડે છે મકાન પણ ધરાશાયી થાય અને જાનમાલની હાની થવાનો ભય રહે છે જેથી કંપનીએ આ બાબતે સાવચેત કરવા અને રહેણાંક વિસ્તારની આજુબાજુમાં બ્લાસ્ટ ના કરવા સુચના આપવા માંગ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!