મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૧૯/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ મોરબી ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ બેઠકમાં તા.૨૮/૦૬/૨૦૨૧ ની જિલ્લા આયોજન મંડળ, મોરબીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૨૨-૨૩ માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના વર્ષ-૨૦૨૨-૨૩ ની નવી દરખાસ્તો મંજૂર કરવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૧૮-૧૯ થી વર્ષ-૨૦૨૧-૨૨ ના ખુટતું આયોજન તેમજ કામોના ફેરફારને બહાલી આપવા, જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ-૨૦૨૦-૨૧ અને વર્ષ-૨૦૨૧-૨૨ ના કામોની સમીક્ષા આ બેઠકમાં ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયાની યાદીમાં જણાવાયું છે.