મોરબીના ચકમપર-જીવાપર વચ્ચે આવેલ ડાયવર્ઝન બિસ્માર હાલતમાં હોય જે તાત્કાલિક રીપેર કરવાની માંગ કરાઈ છે
ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમભાઈ ગાંડુભાઈ કાલરીયાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચકમપર જીવાપરના રસ્તા વચ્ચે જે ધોડાધ્રોઈ નદી આવેલ છે લોકડાઉન પહેલા નવા પુલનું કામ ચાલુ કરવામાં આવેલ તે સમયે નદીમાં જે ડાયવર્ઝન કાઢવામાં આવેલ તે હાલમાં નદીમાં પાણી વધવાના કારણોસર ધોવાણ થયું છે જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી તાત્કાલિક ડાયવર્ઝન રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી છે તેમજ નદીમાં અવરજવર કરી સકાય તેવા ડાયવર્ઝનનું રીપેરીંગ નહિ કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે