Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં...

મોરબી જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી

આજરોજ તા. 3 ડિસેમ્બર 2020 ના સમાજ સુરક્ષા કચેરી મોરબી દ્વારા ઓનલાઈન વેબીનાર થી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ૩ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિવ્યાંગ કલ્યાણકારી યોજના એસ.ટી બસ પાસ, દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય, દિવ્યાંગ પેન્શન યોજના, UDID કાર્ડ, નિરામયા હેલ્થ ઇનશોરન્સ કાર્ડ તેમજ બાળ કલ્યાણ ક્ષેત્રની વિવિધ યોજનાની માહિતી ડૉ. વિપુલ ડી શેરસિયા દ્રારા આપવામાં આવેલ હતી. તેમજ જિલ્લામાં નોંધાયેલ તમામ દિવ્યાંગ જનોને વોટસએપ દ્રારા દિવ્યાંગ કલ્યાણકારી યોજનાના પેમ્પલેટ મોકલવામાં આવેલ હતા.

તદ ઉપરાંત વેબીનારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ, મતદાર યાદીમાં નોંધણી, મતદાર યાદીમાં સુધારા મતદાર યાદીમાં નામ કમી કરવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી વેબીનારમાં જિલ્લાના દિવ્યાંગજનો, દિવ્યાંગ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, બહોળી સંખ્યામાં જોડાયેલ હતા. જે વેબીનારનું આયોજન સમાજ સુરક્ષા અધિકારી અનિલા પીપલીયા દ્રારા કરવામાં આવેલ હતું.

હાલની કોવિડ-19 મહામારીને ધ્યાને રાખી ઓનલાઈન વેબીનાર દ્વારા જિલ્લાના દિવ્યાંગજનો,દિવ્યાંગ કલ્યાણક્ષેત્રે કાર્યરત સંસ્થાના કર્મચારીશ્રીઓ, બાળ સુરક્ષા કચેરી ના તમામ કર્મચારીશ્રીઓ સાથે વેબીનાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ આજના દિવસની શુભેચ્છાઓ સાથો સાથ સમાજ સુરક્ષા વિભાગની તમામ યોજનાઓ અને બાળ સુરક્ષા એકમની યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વધુને વધુ દિવ્યાંગજનો યોજનાનો લાભ લઇ શકે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. હાલ મતદાર સુધારણા કાર્યક્રમ હેઠળ પણ દિવ્યાંગજનોને લાભ લેવા અપીલ કરવામાં હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!