દિવાળી ને તહેવાર ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તહેવારોને ધ્યાને લઇને વર્ગ -4ના કર્મચારીઓ અને તેઓના પરિવાર ખુબજ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. વર્ગ 4ના કર્મચારીઓને વધુ માં વધુ 3500 રૂપિયા સુધી બોનસ ચૂકવાશે. નાણાં વિભાગ દ્વારા બોનસ માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
આ ઠરાવ માં બોનસ ની પાત્રતા માટે અમુક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવામાં આવશે.જે કર્મચારી ને નોકરી ના 6 મહિના થયા હોય તેમને પણ આ લાભ મળવાપાત્ર છે એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે. એડહોક બોનસ માત્ર વર્ગ -4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.
તા .31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.