Sunday, May 19, 2024
HomeGujaratમાળીયામિયાણા તાલુકાના કિસાન, યુવા અને મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીની નિમણુંક કરાઈ

માળીયામિયાણા તાલુકાના કિસાન, યુવા અને મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીની નિમણુંક કરાઈ

વિધાનસભાની ચૂંટણીના આગમન પહેલા મોરબી જિલ્લામા રાજકીય સમીકરણો તેજ બની રહયા છે, ભાજપ – કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ તાલુકા, જિલ્લા સ્તરે સંગઠન મજબૂત કરી ચૂંટણીનો ગઢ જીતવા કમર કસી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના માળીયામિયાના તાલુકામાં ભાજપ દ્વારા કિસાન મોરચા, યુવા મોરચા અને મહિલા મોરચાના પ્રમુખ, મહામંત્રીની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુંભાઈ મેતા સાથે વિચાર વિમર્શ કરી માળીયા મિયાણા તાલુકાના કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિલેશભાઈ સંઘાણી, તથા મહામંત્રી પદે નાથાભાઇ ડાંગરની નિમણુંક કરવામાં આવી છે વધુમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે હિતેશભાઈ દસાડીયા અને મહામંત્રી તરીકે વિપુલભાઈ મંઢની વરણી કરવામાં આવી છે.

આ ઉપરાંત મહિલા મોરચાના પ્રમુખ તરીકે રેખાબેન સોલંકી
અને મહામંત્રી તરીકે વંદનાબેન વીડજાની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!