ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના જરૂરી દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી લંબાવવા અંગે નિર્ણય લેવાયો છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. ૦૧/૦૨/૨૦૨૦ મુદત વીતી ગયેલા દસ્તાવેજો તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે તેમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.