Sunday, May 19, 2024
HomeGujaratમોરબી જિલ્લાકક્ષાની રાસ, ગરબા સ્પર્ધામાં ૧૫૦થી વધુ સ્પર્ધકો જોડાયા

મોરબી જિલ્લાકક્ષાની રાસ, ગરબા સ્પર્ધામાં ૧૫૦થી વધુ સ્પર્ધકો જોડાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું મોરબીની પી.જી.પટેલ કોમર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરના ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, દ્વારા નવરાત્રિ ગરબા સ્પર્ધા યોજાઈ હતી.આ સ્પર્ધામાં પ્રાચીન ગરબાના વિભાગમાં પ્રથમ ક્રમાંકે પી.જી.પટેલ કોમર્સ કોલેજ, દ્વિતિય ક્રમે તક્ષશિલા વિદ્યાલય-હળવદ, તૃતીય ક્રમે એલ.કે.સંઘવી કન્યા શાળા-વાંકાનેરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અર્વાચીન ગરબા તથા રાસના વિભાગમાં અનુક્રમે તક્ષશિલા કોલેજ-હળવદ અને તક્ષશિલા વિદ્યાલય-હળવદ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. આ અવસરે નિર્ણાયક તરીકે ભક્તિબેન દવે તથા રફીકભાઈ વડાવરિયાએ માનદ સેવા આપેલ હતી. યુવા વિકાસ અધિકારી હિરલબેન અમિતભાઈ વ્યાસે તમામ વિજેતાઓને અભિનંદન તથા રાજ્યકક્ષાએ વિજયી બને તેવી શુભેચ્છાઓ આપી હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!