Tuesday, January 14, 2025
HomeGujaratનવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો:નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓનું બીએસસી સેમ ૪ ના પરિણામમાં...

નવયુગ મહિલા સાયન્સ કોલેજનો દબદબો:નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓનું બીએસસી સેમ ૪ ના પરિણામમાં સમગ્ર જિલ્લામાં ઉત્તમ પ્રદર્શન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જ જાહેર થયેલ બીએસસી સેમેસ્ટર ૪ ના પરિણામમાં મોરબી આ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનો દબદબો યથાવત રહ્યો છે જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની આદ્રોજા માનસી ૯૨.૧૮% સાથે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે જિલ્લામાં તૃતિય સ્થાન પર ૯૦ % સાથે પંડ્યા પેક્ષા અને જિલ્લામાં ચતુર્થ સ્થાન પર ૮૯.૪૫ % સાથે વડાવીયા રાધિકા નામની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ એ નવયુગ કોલેજનો દબદબો જાળવી રાખ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ તકે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના ટ્રસ્ટી પી.ડી.કાંજીયા તથા નવયુગ ગ્રુપના સ્ટાફ દ્વારા બીએસસી સેમ ૪ ના પરિણામમાં ઉત્તમ પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!