Wednesday, April 24, 2024
HomeGujaratલ્યો બોલો ! જેલ સિપાહી પર હુમલો થયોને જેલ અધિક્ષક મુકપ્રેક્ષકની ભૂમિકામાં...

લ્યો બોલો ! જેલ સિપાહી પર હુમલો થયોને જેલ અધિક્ષક મુકપ્રેક્ષકની ભૂમિકામાં ! મોરબીની જેલ પણ સલામત નથી

મોરબી સબ જેલમાં ગઈકાલે ત્યાં જ ફરજ બજાવતા જેલ કર્મચારી પર હુમલો થતા જેલ અધિક્ષક મુકપ્રેક્ષકની ભૂમિકામાં રહ્યા હોવાની ચર્ચા ભારે જોર શોરથી થઈ રહી છે જી હા આ વાત છે મોરબી સબ જેલની જ્યાં હત્યાંના ગુનામાં જેલવાસ કાઢી રહેલા ચાર જેટલાં આરોપીઓએ ગઈકાલે તા. ૨૫ જૂન ૨૦૨૨ ના રોજ સવારના સમયે મુલાકાત બાબતે જેલ ના કર્મચારી સાથે માથાકૂટ કરી અને શર્ટ પણ ફાડી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં ગત વર્ષમાં વિશિપરામાં ફારૂક મોટલાનીની હત્યાના આરોપી એવા ડાડો ઉર્ફે દાદુ રફીક તાજમહમ્મદ જેડા અસગર ભટ્ટી,જુસો ભટ્ટી, આસિફ સુમરા સહીતના હત્યાના ગુનામાં મોરબી સબ જેલમાં છે આ આરોપીઓની મુલાકાતે ગઈકાલે તેના સગા આવ્યા હતા જો કે નિયમ અનુસાર મુલાકાત ન હોવાથી જેલના હાજર સ્ટાફે મુલાકાતની ના પાડી હતી જેથી જેલ અંદર રહેલા આરોપીઓએ સ્ટાફ સાથે જોર જોરથી માથાકૂટ કરવાનું ચાલુ કર્યું હતું અને તો જેલ સ્ટાફને માનસિક ડરાવા માટે આરોપીઓએ પોતાના માથા દીવાલમાં ભટકવાનું શરૂ કર્યું હતું જો કે જેલના સ્ટાફે વચ્ચે પાડી આરોપીઓને આવું ન કરવા અટકાવતા જેલ પોલીસ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી જેમાં એક જેલસ્ટાફ કર્મચારીના કપડાં પણ આરોપીઓ ફાડી નાખ્યા હતા તેવી વિગતો સુત્રોમાંથી જાણવા મળી હતી આ અંગે મોરબી એ ડીવીઝન પોલીસને જાણ થતાં જેલ સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા હતા પરંતુ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે બનેલ આ બનાવ અંગે હજુ ગુનો નોંધાયો નથી.

- Advertisement -
- Advertisement -

આ ગુનો ન નોંધાવવા પાછળનુ કારણ એવુ છે કે જેલ અધિક્ષક કનુભાઈ પટણીએ ગુનો ન નોંધવા મોરબીના ઈન્ચાર્જ ડીવાયએસપીને ભલામણ કરી હતી અને કાગડો કાગડાની માટી ન ખાય તે ઉક્તિ મુજબ ગુનો હજુ સુધી નોંધાયો નથી પરંતુ નિવેદનો લેવામાં આવ્યા છે જેથી ગમે ત્યારે ગુનો નોંધાઇ શકે ત્યારે જેલ અધિક્ષક પટ્ટણી કેમ આવા લુખ્ખાઓ સામે ઘૂંટણિયે પડેલા છે અને ગુનો ન નોંધવા માટે શા માટે આરોપીઓની તેફરણ કરે છે એ મોટો પ્રશ્ન છે શુ આ બાબતની ફરિયાદ થાય તૉ જેલમાં ચાલતી લોલમ લોલમ છતી થઇ જાય તેમ છે ? જો કે આ કારણે જ મોરબી જેલ અધિક્ષક પટણી ના જેલમાં ચાલતી જામ સાહેબી બંધ થઈ જાય જેથી આ સમગ્ર મામલો બહાર ન આવે એ માટે જેલ અધિક્ષક ખુદ જ ભીનું સંકેલવાના પ્રયાસ કરતા હોવાની ચર્ચાઓ જાગી છે ત્યારે આવા હત્યારાઓ ને જો જેલનો જ ખોફ નહિ રહે તો આગામી સમયમાં અન્ય ગુનેગાર પણ છુટા દોર થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જેથી આવા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ તે અત્યંત આવશ્યક છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!