Saturday, April 27, 2024
HomeGujaratમોરબી પાંજરાપોળમાં દાનની સરવાણી વહાવતા દાતાઓ: એક જ દિવસમાં 51લાખ રૂપિયાનું દાન...

મોરબી પાંજરાપોળમાં દાનની સરવાણી વહાવતા દાતાઓ: એક જ દિવસમાં 51લાખ રૂપિયાનું દાન મળ્યું

મકરસંક્રાંતિના પવન પર્વ નિમિત્તે મોરબીમાં દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું જેને લઈને મોરબીમાં પાંચ હજાર ગાયોનો નિભાવ કરતી પાંજરાપોળને એક જ  દિવસમાં 51 લાખ રૂપિયાનું દાન મળ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના મહારાજાએ 200 વર્ષ અગાઉ શ્રી મોરબી પાંજરાપોળની સ્થાપના કરી હતી. હાલ લીલાપર રોડ , મોરબી રફાળેશ્વર ગામે અને મકનસર સહિત ત્રણ સ્થળોએ પાંજરાપોળ ના શેડ અને વંડા કાર્યરત છે. જે ત્રણેય જગ્યાઓમાં ગૌવંશ ગાય, વાછડા, બળદ, સાંઢ મળી આશરે પાંચ હજાર જેટલા ગૌવંશ પશુઓને આશરો આપવામાં આવે છે. ત્યારે મકરસંક્રાતિના પૂણ્ય પર્વના દિવસે શ્રી મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ તરફથી દાન-ભેટ સ્વીકારવા માટે શહેરના જુદા જુદા ૩૩ જેટલા સ્ટોલ ઉભા કરીને મોરબી શહેરની જુદી જુદી સેવાભાવી મંડળીઓને દાન-ભેટ આપવા માટે અપીલ કરાઇ હતી. જેમાં મુખ્યત્વે બજરંગ મંડળ મોરબી છે. આ કામ માટે સવારના ૮:કલાકથી સાંજે ૬ કલાક સુધી ખડેપગે ઉભા રહીને સેવાધારી–ગૌપ્રેમી વ્યકિતઓ દાન ભેટ માટે અપીલ કરતા હોય છે. જેને લઈને એક જ દિવસમા મોરબીવાસીઓ દ્વારા રૂા . ૫૧,૪૪,૩૩૧ નું જંગી દાન કરવામાં આવ્યું હતું. આથી શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા સહકાર બદલ તમામ દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!