આજથી પોલીસની કડક ઝુંબેશ માસ્ક ન પહેરનાર ને રૂ. ૧ હજારનો દંડ
મોરબી : સમગ્ર રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવા સૂચના આપી છે.