Thursday, January 23, 2025
HomeGujarat“અમારી પાર્ટીઓને ગાડીઓ ભરી મોકલતા નહિ” કહી ટ્રાન્સપોર્ટર ઉપર ચાર શખ્સોનો હુમલો...

“અમારી પાર્ટીઓને ગાડીઓ ભરી મોકલતા નહિ” કહી ટ્રાન્સપોર્ટર ઉપર ચાર શખ્સોનો હુમલો : ફરિયાદ નોંધાઈ

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિકુમાર રામાસ્વામી ગવરા (ઉ.વ. ૩૬,ધંધો પ્રા.નોકરી રહે હાલ મોરબી-૨, લક્ષ્મીનારાયણ સોસાયટી વ્રજ ટાવર બ્લોક નં. ૧૦૨ મુળગામ નામક્કલ, કોસવમપટ્ટી માતાજીના મંદિર પાછળ જી.નામક્કલ-તમીલનાડુ) એ આરોપીઓ નિલેષભાઇ તથા તેની સાથેના ૨૫ થી ૩૦ ની ઉંમરવાળા અજાણ્યા ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૭ ના રોજ સાંજના આઠેક વાગ્યાનાં સમયે મકનસર ગામ પાસે આવેલ રાજા ટ્રાન્સપોર્ટમાં ફરીયાદી તથા સાહેદો ટ્રાન્સપોર્ટનુ કામ કરતા હોય ત્યારે આરોપીઓ આવી ફરીયાદીને કહેલ કે અમારી પાર્ટીઓને ગાડીઓ ભરી નહી મોકલવા કહેતા ફરીયાદીએ કહેલ કે મને કહેશે તો હું મોકલીશ તેમ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ફરીયાદી તથા સાહેદોને ચારેય આરોપીઓેએ ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરી વખત તેઓની ગાડીઓ ભરી મોકલશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!