Monday, December 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-રાજકોટ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો ઈનામ...

મોરબી જિલ્લામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-રાજકોટ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર પ્રાંત – રાજકોટ વિભાગના મોરબી જિલ્લામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-રાજકોટ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં સમાજમાં જાગૃતિ આવે તથા બાળકો તથા યુવાનો લેખન કળાની આદત પડે તે હેતુથી અલગ-અલગ ત્રણ ગતિવિધિ જેમકે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ તથા કુટુંબ પ્રબોધન વિષય અંતર્ગત ત્રણ વિભાગમાં (૧) ધો. ૬ થી ૧૦ (૨)ધો.૧૧થી અનુસ્નાતક (૩) અન્ય ભાઇઓ – બહેનો કુલ મળીને ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આજરોજ પી. જી. પટેલ કૉલેજ – મોરબી ખાતે આ નિબંધ સ્પર્ધાનાં વિજેતાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

ઇનામ વિતરણ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. ભાડેસિઆના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા સંયોજક અલ્પેશભાઇ ગાંધીએ પ્રાસ્તાવિક પ્રબોધક કર્યુ હતુ તથા પી.જી. પટેલ કોલેજના પ્રોફેસર અનિલભાઇ કંસારાએ વર્તમાન સમયના વિદ્યાર્થીઓની માનસિકતા-પરિવારમાં મોબાઇલની સમસ્યા જેવા વિષયમાં રમુજ સાથે મનનીય પ્રવચન આપ્યું હતું. મુખ્ય વકતા ડૉ. ભાડેસિઆએ ત્રણેય ગતિવિધિની આવશ્યકતા તથા વર્તમાન સમયમાં તેની ઘર-ઘર સુધી પહોંચાડવાની જરૂરિયાત વિશે ઉદાહરણ સાથે સુંદર પ્રવચન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી વિપુલભાઇ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. મનુભાઈ કૈલાએ આભારવિધિ કરેલ હતી. કાર્યક્રમમાં અંદાજે ત્રીસ પરિવાર અને ૮૦ જેટલા ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!