પશ્ચિમ કચ્છ એસપી શૌરભ સિંઘ ને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવતા તેમની જગ્યાએ મોરબી એસપી,વડોદરા ડીસીપી ,બોટાદ એસપી અને પ્રોટેક્શન ઓફ ગવરમેંટ પ્રોપર્ટી ના વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા આઇપીએસ ડો.કરણરાજ વાઘેલા ને પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી તરીકે પોસ્ટિંગ કરવામાં આવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આઇપીએસ ડો.કરણરાજ વાઘેલા એ દરેક મોરચે ઉત્કૃષ્ટ કામગીરી કરતા અધિકારીઓ માના એક અધિકારી છે તેમજ આ આઇપીએસ ગ્રાઉન્ડ પર રહીને પ્રજા ને અને પોલીસ ને સાથે રાખીને કાર્ય કરવાનું વધુ પસંદ કરે છે.
ડો. કરણરાજ વાઘેલા અગાઉ કોરોના કાળ વખતે મોરબી એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને મોરબીના તેઓના કાર્યકાળ દરમિયાન અનેક પડકાર જનક ગુનાઓ ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યા હતા ત્યાર બાદ તેઓ વડોદરા ડીસીપી તરીકે આને ત્યાંથી બોટાદ એસપી તરીકે ત્યાર બાદ પ્રોટેક્શન ઓફ ગવરમેન્ટ પ્રોપર્ટી ના વડા તરીકે ને ત્યાર બાદ જૂનાગઢ ઇન્ચાર્જ એસપી તરીકે આને હવે પશ્ચિમ કચ્છ ના એસપી સૌરભ સિંઘ ની કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવતા પશ્ચિમ કચ્છ ના ઇન્ચાર્જ એસપી તરીકે ફરજ બજાવશે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ બેડા ને તેઓની આગવી કાર્યશૈલી હેઠળ કામગીરી કરવાની તક મળશે અને ઇન્ચાર્જ એસપી તરીકે ડો. કરન રાજ વાઘેલા ના નામની જાહેરાત થવાની સાથે અનેક ગુનેગારો પણ પોતાની માયાજાળ સંકેલી લેવા માંડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.