પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસીંહ ઝાલાની રજુઆત પગલે પિવાનુ પાણી છોડાયુ
હળવદના સુરવદર ગામે છેલ્લા અેક મહિનાથી પિવાનુ પાણી નહી મળતા ગામલોકો ભારે પરેશાન હતા. ગામની મહિલાઓને એક બે કિ.મી. સુધી દુર પાણી માટે જવુ પડતુ હતુ. ગ્રામ પંચાયતનો બોર છે પરંતુ ક્ષારયુક્ત પાણી હોવાથી માંદગીનો સામનો કરવો પડી રહ્યો હતો. ધનાળા નજીક પસાર થઇ રહેલી રેલ્વેલાઇનુ કામ ચાલુ હોવાથી પિવાનુ પાણી સુરવદર પહોચાડવામા તકલીફો આવતી હતી. ગઇકાલે મિડીયા અહેવાલ પ્રકાશીત થતા રાજકીય નેતા તેમજ પાણીપુરવઠા વિભાગને ધ્યાને મામલો આવ્યો હતો હળવદ પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસીંહ ઝાલાના પ્રયત્નોથી રેલ્વેલાઇનનાં પ્રશ્નનું નિવારણ લાવી સુરવદર ગામે તાત્કાલિક પિવાલાયક પાણી છોડવામા આવ્યુ છે.