મોરબીના શનાળા-ઘુનડા રોડ પર તળાવ નજીકથી પોલીસે ઈકો કારમાંથી ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર શખ્સનું નામ સામે આવતા તેને ફરાર દર્શાવી એ ડિવિઝન પોલીસે આગળની તપાસની તજવીન શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શંકાસ્પદ ઈકો કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૬૨૧૩ ને અટકાવી તપાસ કરતાં ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦ હજાર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે ઈકો કારના ચાલક આરોપી શૈલેષભાઈ વિનુભાઈ સુરેલા ઉવ.૩૫ રહે. જોધપર નદી ગામ કોળીવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આ દેશી દારૂ શક્ત શનાળા વાળા વિશ્વરાજસિંહ જાડેજાને વેચાણ માટે આપવા જતો હોવાની કબૂલાત આપી હતી. હાલ, પોલીસે દેશી દારૂ રૂ.૬૦,૦૦૦/- તથા ઈકો કાર રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૩.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






