Tuesday, September 29, 2026
HomeGujaratસરતાનપર નજીક ડમ્પરે છકડાને હડફેટે લેતા ચાલકનું મોત, ડમ્પર ચાલક ફરાર

સરતાનપર નજીક ડમ્પરે છકડાને હડફેટે લેતા ચાલકનું મોત, ડમ્પર ચાલક ફરાર

પાનેલી ચોકડી પાસે ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા અકસ્માત સર્જાયો: ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક પાવર હાઉસ પાસે ડમ્પરે છકડા રિક્ષાને હડફેટે લેતા છકડા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો.

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક પાવર હાઉસ પાસે પાનેલી ગામ તરફ જવાની ચોકડી ખાતે ગત તા.૨૭ સપ્ટેમ્બરની રાત્રે છકડો રિક્ષા નં. જીજે-૦૩-એક્સ-૪૯૫૨ લઈને પસાર થતા મુકેશભાઈ સતાભાઈ મુંધવા ઉવ.૩૦ રહે. સરતાનપર તા. વાંકાનેર વાળાને ડમ્પર ટ્રક નં. જીજે-૩૬-વી-૯૩૧૪ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી અચાનક વળાંક લેતા હડફેટે લીધા હતા.

અકસ્માતમાં મુકેશભાઈને માથા અને બંને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થતાં પ્રથમ રફાળેશ્વર એપેક્ષ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ બાબુભાઈ સતાભાઈ મુંધવા રહે. સરતાનપર વાળાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!