Tuesday, September 29, 2026
HomeGujaratરંગપર-જેતપર રોડ પર દુકાનમાંથી ૫૨૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો, મુખ્ય...

રંગપર-જેતપર રોડ પર દુકાનમાંથી ૫૨૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

મોરબી પેરોલ ફર્લો સ્કોડે બાતમીના આધારે રંગપર-જેતપર રોડ ઉપર આવેલ દુકાનમાં દરોડો પાડી ૫૨૦ લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. દારૂના જથ્થા સાથે વેચાણ કરવા રાખેલ શખ્સની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે દારૂ તથા દુકાન-માલીક એવો મુખ્ય આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રંગપર-જેતપર રોડ પર રાયબન સીરામીક નજીક ખોડીયાર ફેબ્રિકેશન એન્ડ ફ્લોરમિલ નામની દુકાનમાં પેરોલ ફર્લો સ્કોડે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી પ્લાસ્ટિકના ૧૩ બાચકામાંથી ૫૨૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧,૦૪,૦૦૦/- મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી રણજિતસિંહ જીલુભા હાડા ઉવ.૬૧ રહે. ધ્રાંગધ્રા રોકડીયા ચકર બારી પાસે તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ અને દુકાનનો માલીક અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. કાંતિનગર મોરબી-૨ વાળો સ્થળ પર હાજર ન મળતાં તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. હાલ પેરોલ ફર્લો સ્કોડે બંને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!