Friday, December 27, 2024
HomeGujaratનવા ધનાળા ગામના પાટિયા નજીક કાર ટ્રેઈલર પાછળ ઘુસી જતા ચાલકનું મોત:...

નવા ધનાળા ગામના પાટિયા નજીક કાર ટ્રેઈલર પાછળ ઘુસી જતા ચાલકનું મોત: બે વ્યક્તિને ગંભીર ઇજા

હળવદ- માળીયા હાઇવે પર આવેલ નવા ધનાળા ગામના પાટીયા નજીક કાર અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે બે વ્યકતીને ઇજા પહોચતા પોલીસ ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

નવા ધનાળા ગામના પાટીયા નજીક આવેલ માર્કેટીંગના બિલ્ડીંગની મહિંદ્રા જેન્યુ ફોર વ્હિલ ગાડી નં.જી.જે.૧૨ એ- વાય ૭૮૫૯ ના ચાલક મહેશભાઇ મહાવિરભાઇ વિશ્વકર્મા (રહે,ગામ અંબાથડી થાના-મહાનપુર જી.ગયા રાજ્ય બિહાર)એ બેફામ સ્પીડે કાર ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કાર ચાલક મહેશભાઇને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મોહરસિંઘ બિહારીલાલ અહિરપાલ (રહે. ગાંધીધામ) તથા સાહેદ ચંદનભાઇને ઇજા પહોંચી હતી.
આ અંગે મોહરસિંઘ અહિરપાલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!