મોરબી જીલ્લામાં ડ્રાય રનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી, હળવદ, વાંકાનેર અને ટંકારા ખાતે ડ્રાય રનના આયોજન ના ભાગ રૂપે આરોગ્યવિભાગના કર્મચારીઓ પર વેકસીન પૂર્વે મોક ડ્રિલ એટલે કે ડ્રાય રન યોજાઈ હતી જેમાં જીલ્લા કલેકટર દ્વારા હાજરી આપવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં આજે ડ્રાંય ફોર રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળીયા ટંકારા હોળવદ ખાતે ડ્રાંય રન ગોઠવાઈ હતી મોરબીમાં કોરોના વેકસીન પૂર્વે ડ્રાંય રનનું આયોજન કરાયું હતું જેમાં મોરબી જીલ્લા કલેક્ટર હડમતીયા ગામે ડ્રાંય રન કરી હતી તો મોરબી ડીડીઓએ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે,મોરબી પ્રાંત અધિકારી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે,હળવદ પ્રાંત અધિકારી હળવદ મોર્ડન સ્કૂલ ખાતે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે એમ.કતીરા વાંકાનેર ખાતે ડ્રાંય રનના આયોજનમાં હાજરી આપી હતી.
મોરબી જીલ્લા કલેક્ટર જે. બી. પટેલે મોરબી મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડ્રાય રન એટલે કોવિડ19 ની રસી પૂર્વેની મોકડ્રિલ ની કામગીરી છે જે રસી આપતા પૂર્વે કરવામાં આવતી તમામ કાર્યવાહી આજે મોરબી જીલ્લામાં જુદા જુદા તાલુકાઓ માં વહીવટી તંત્રના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારી ની સાથે રાખી કરવામાં આવ્યું છે મોરબી જિલ્લામાં 2 લાખથી વધુ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા દરેક જિલ્લા કક્ષાએ વેકસીન આપવા તૈયાર કરવાની સુચના આપ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગે સૌ પ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલ સ્ટાફની યાદી તૈયાર કરી હતી આ ઉપરાંત ફ્રન્ટલાઇન વોરીયર્સની પણ યાદી બનાવાઈ હતી. બાદમાં રાજ્ય સરકાર દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી કરી 50 વર્ષથી વધુ વયના લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોની યાદી તૈયાર કરાવી હતી મોરબી જિલ્લામાં હાલ 2,00,923 લોકો 50 વર્ષથી વધુ વયના 6000થી વધુ ગંભીર બીમારી ધરાવતા લોકો જ્યારે 3500 કરતા વધુ આરોગ્ય કર્મીઓની યાદી તૈયાર કરી છે સાથે જ વેકસીન સમયે લોકોને મેસેજ મળશે અને કોરોના વેકસીનના સર્વેની કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરેલી યાદીમાં મોબાઈલ નમ્બર પણ મેળવામાં આવ્યા હતા.
વેકસીન અંગે સરકારમાંથી મંજૂરી મળી ગયા બાદ જિલ્લા કક્ષાએ વેકસીનનો જથ્થો પહોચડવામાં આવશે અને વેકસીન કામગીરી શરૂ થયા બાદ યાદી આધારે મોબાઈલ પર મેસેજ આવશે. મેસેજ મળ્યા બાદ નક્કી કરેલ સ્થળે વેકસીન માટે જવાનું રહશે હાલ મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીન માટે 450 લોકેશન આઇડેન્ટિ ફાય કરવામા આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં વોર્ડ દીઠ 2 અને ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાઓ લોકેશનનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે ત્યારે આજે ડ્રાય ફોર રનના આયોજનમાં હાલ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ ડ્રાયમાં ભાગ લીધો હતો.