Friday, March 29, 2024
HomeGujaratમોરબીનાં ચકમપર ગામે રહેતો યુવાન લાપતા

મોરબીનાં ચકમપર ગામે રહેતો યુવાન લાપતા

મળતી માહિતી મુજબ ચકમપર ગામમાં રહેતો ચિરાગભાઇ ભાણજીભાઇ કાલરીયા(ઉ.વ.૨૭)નામનો યુવાન ગત તા. ૩ના રોજ વહેલી સવારના સાડા પાચેક વાગ્યાના અરસામા પોતાના ઘરે કોઇને કઈ કહ્યા વગર કોઇ કારણસર પોતાનું મોટરસાયકલ નંબર જીજે- ૩૬-એન-૭૫૭૬ લઇને એકલો પોતાની જાતે ઘરેથી જતો રહ્યો છે. આ યુવકની ભાળ ન મળતા પરિવારજનોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ચિરાગ શરીરે મધ્યમ બાંધાનો વાને ઘઉવર્ણનો છે. અને તેણે ગળામા કાળો દોરો તથા હાથમા નંગવાળી ચાંદીની વીટી પહેરેલ છે. ઘરેથી ગયો તે સમયે તેને બ્લ્યુ કલરનુ જાકીટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરેલ છે. તેની ઉચાઇ આશરે ૫ ફુટ ૬ ઇંચ જેવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!