Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરમાં માંતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો

વાંકાનેરમાં માંતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર મચ્છુ નદીના પુલ પર બનેલી ઘટના

- Advertisement -
- Advertisement -

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર મચ્છુ નદીના પુલ પર માંતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ફરિયાદી નોંધાવી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી હરેશભાઈ નરોતમભાઈ જાદવ (ઉ.વ. ૪૯, ધંધો લુહારીકામ, રહે વાંકાનેર ભાટીયા સોસાયટી, મધુવનપાર્ક શેરી નં.૦૩, જલારામ જીનની પાછળ) એ આરોપી ડમ્પર નં GJ-૦૩-BW-6545 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ જુનના સવારના નવેક વાગ્યા વખતે વાંકાનેર મોરબી ને.હા.રોડ મચ્છુ નદીના પુલ ઉપર ફરીયાદીના પિતા નરોતમભાઈ કાનજીભાઈ જાદવ ઉ.વ.૭૩ વાળા એકટીવા મો.સા.નં. GJ-03-CN-8844 વાળુ ચલાવી ઘરેથી વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામા આરોપીએ પોતાના હવાલા વાળુ આઈવા/ડમ્પર નં.GJ-૦૩-BW-6545 વાળુ પુરઝડપે ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરીયાદીના પિતા નરોતમભાઈ કાનજીભાઈ જાદવ ઉ.વ.૭૩ વાળાને એકટીવા મો.સા નં. GJ-03-CN-8844 વાળાને પાછળથી હડફેટે લેતા રોડ પર ફંગોળાઈ પડી જવાના કારણે માથાના ગંભીર ઈજા થવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!