Friday, March 29, 2024
HomeGujaratઅરેરાટી : બેલા (રંગપર) ગામે તળાવમાં ડૂબી જતાં બે શ્રમિકોના મોત

અરેરાટી : બેલા (રંગપર) ગામે તળાવમાં ડૂબી જતાં બે શ્રમિકોના મોત

બન્ને શ્રમિકોના પરિવારમા હૈયાફાટ આક્રંદ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના બેલા (રંગપર) ગામે તળાવમાં ડૂબી જતાં બે શ્રમિકોના મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ છે. આ કરુણ બનાવને પગલે બન્ને શ્રમિકોના પરિવારોએ હૈયાફાટ આક્રંદ મુક્તા વાતાવરણમા ગમગીની છવાઈ ગઈ હતી.

કરુણ ઘટનાની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો ગઈકાલે અનુસાર મોરબીના બેલા (રંગપર) ગામની સીમ ખોખરા રોડ પોલા સર્કલ પાસે સ્પેરા સીરામીક પાસે તળાવમા કોઈ કારણોસર સોનુભાઇ સુરેશભાઇ જાટવ ઉ.વ.૨૧ તથા મોનુભાઇ ઉ.વ.૨૦ રહે બન્ને હાલ સ્પેરા સીરામીક બેલા (રંગપર) ગામની સીમ તા.જી.મોરબીવાળાના ડૂબી જવાથી ક્રુરણ મોત નિપજ્યા હતા. બન્નેની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે. તાલુકા પોલીસે આ બનાવની આકસ્મિક ઘટના તરીકે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.પો.હેડ.કોન્સ.એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!