Thursday, January 23, 2025
HomeGujaratમાળીયા : સરવડ ગામ નજીક ડમ્પર બંધ ટ્રેઇલર પાછળ ઘુસી જતા ડમ્પર...

માળીયા : સરવડ ગામ નજીક ડમ્પર બંધ ટ્રેઇલર પાછળ ઘુસી જતા ડમ્પર ચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત

આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી)ના સરવડ ગામ નજીક રોડ ઉપર પીપળીયા-માળીયા હાઇવે રોડ પર ગઈકાલે તા.૨૧ ના રોજ વહેલી સવારના 6 વાગ્યાની આસપાસ બંધ પડેલ ટ્રક ટેઇલર નં. આરજે-૩૬-જીબી-૧૨૧૭ નાં પાછળના ભાગે જીજે-૧૨-બીડબલ્યુ-૮૧૩૩ નંબરનું ડમ્પર ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી ડમ્પર ચાલક મુન્નાભાઇ ભલાભાઇ દેત્રોજા (ઉ.વ. ૨૪, ધંધો-ડ્રાઇવીંગ, રહે. ગામ પાનેલી, તાલુકો અને જિલ્લો મોરબી) નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવની માળીયા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!