ટંકારાના ઘુનડા (સ.) ગામે સરકારી ખરાબામાં હિટાચી મશીન વડે ચાલતી મોરમ મેટલની ચોરી ઉપર ખાણ અને ખનીજ વિભાગે દોરડો પડ્યો હતો અને ખાણ અને ખનીજ વિભાગે ઘુનડા (સ.) ગામે સરકારી ખરાબામાં પોણા બે કરોડની ખનીજ ચોરીને ઝડપી લીધી હતી અને આ અંગે ખનીજચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર જે. ભાદરકાએ આરોપીઓ ડંમ્પર નં. જીજે-૧૨-એટી-૬૬૮૬ નાં ચાલક માનસિંગભાઈ મગનભાઈ કુરિયા અને માલિક વિજયભાઈ મનુભાઈ રાઠોડ તેમજ હીટાચી મશીન પીળા રંગનુ L&T KOMATSU કંપનીનુ રજીસ્ટ્રેશન નંબર વગરનાં ચાલક અને માલિક તથા ભાગીદાર અને ધંધાની દેખરેખ રાખનાર નિલેષભાઈ લક્ષમણભાઈ રાવા અને કિશનભાઈ રમેશભાઈ અજાણા સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓએ ઘુન્ડા (સ.) ગામની સીમતળની સરકારી ખરાબાની જમીનમાંથી હાર્ડ મોરમ (મેટલ) ખનીજનુ ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે ખનન કરતા ડમ્પર વાહન નંબર જીજે-૧૨-એટી-૬૬૮૬ વાળુ તથા રજીસ્ટેશન નંબર વગરના હીટાચી મશીન સાથે મળી આવતા સ્થળ તપાસ કરતા ૫૯,૬૫૮.૬૬૧ મેટ્રીક ટન હાર્ડ મોરમ ખનન વહન કરેલ હોવાનુ ફલીત થયેલ હોય અને કુલ રૂ.૧,૮૯,૨૬,૭૧૧ નો દંડ વસુલાત કરવા પાત્ર થયેલ હોય અને આરોપીઓએ ગેરકાયદે ખનિજ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.