Monday, January 27, 2025
HomeGujaratમોરબીમાં નાઈટ કરફ્યુ દરમિયાન આંટાફેરા કરવા નીકળેલ સંખ્યાબંધ શખ્સો પોલીસ ઝપટે ચડ્યા

મોરબીમાં નાઈટ કરફ્યુ દરમિયાન આંટાફેરા કરવા નીકળેલ સંખ્યાબંધ શખ્સો પોલીસ ઝપટે ચડ્યા

મોરબીમાં વધતા જતા કોરોના સંક્રમણ ને પગલે નાઈટ કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે અને રાત્રીના સમયગાળા દરમિયાન કારણ વગર ઘરની બહાર ન નીકળવા પર સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે. આ નાઈટ કારફ્યુની અમલવારી માટે પોલીસ પણ કડકડતી ઠંડીમાં યશસ્વી ફરજ બજાવી રહી છે છતાં પણ અમુક સમાજ વિરોધી તત્વો સમજવાનું નામ ન નથી લેતા અને પોલીસની મહેનત પર પાણી ઢોળ કરી રહ્યા છે ત્યારે સરકારી ગાઈડલાઈન અને નાઈટ કરફ્યુનો ભંગ કરનાર વધુ શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં રાત્રી દરમિયાન કારણ વગર આંટાફેરા કરવા નીકળેલ સાગર સુનિલભાઈ વઢારાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના વિશીપરા મેઈન રોડ પરથી ઝડપી લીધો હતો જ્યારે વિદ્યુતનગર ઢાળ નજીકથી અશોક શાંતિલાલ ભટ્ટીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત મોરબી જુના બસ સ્ટેન્ડ નજીકથી અમીર હુસેન સુમરા, સલીમ બેચુભાઈ સિદીકી અને નગર દરવાજા નજીકથી રજનીકાંત ગજ્જરને પોલીસે ઝડપી લીધા હતા. વધુમાં મોરબી વીસી ફાટક નજીકથી અલીખાન ઉસ્માનખાન પઠાણ અને રાજનગરના નાકા પાસેથી જીજ્ઞેશ શંકરભાઈ કેલા અને મનોજ હસમુખભાઈ મણીપરાને પોલીસે ઝડપી લીધા હતા તથા માળીયા મિયાણા તાલુકાના વાગડીયા જાપ નજીકથી માસ્ક પહેર્યા વગર નીકળેલ મહેશ અદગામાંને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!