કોરોનાના કેસોમાં આવી રહેલા નોંધપાત્ર ઉછાળાને પગલે સરકાર દ્વારા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં અમુક શખ્સો સમજવાનું નામ જ લેતા નથી ત્યારે મોરબી જિલ્લામાં ગાઈડલાઈનનો ભર બજારે છેડ ઉડાવતા વધુ સાત શખ્સો ને પોલીસે ઝડપી લીધા છે.
માળીયા મીંયાણા વાગડીયા ઝાપા પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલ નજરમામદ ઉર્ફે બાબો સલેમાનભાઇ સંધવાણી (ઉં.વ.૪૬ રહે-નવા રેલ્વે સ્ટેશન પાસે)ને પોલીસે ઝડપી લીધો હતું વધુમાં નાઈટ કરફ્યુમાં માળીયા ફાટક નજકથી માંસ્ક પહેર્યા વગર નીકળેલ વિપુલભાઇ ગોરધનભાઇ કેરવાડીયા (ઉ.વ.૨૨ રહે.કલેકટર કચેરી પાછળ મોરબી)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.આ ઉપરાંત નાઈટ કરફ્યુ હોવા છતાં માળીયા ફાટક પાસેથી બાઈક લઈ નિકલેળ મહેબુબભાઈ જુસબભાઈ ભટી (ઉવ-૨૨ રહે.મોરબી-કાન્તીનગર મસ્જીદ ની બાજુમા)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.
જ્યારે મોરબીના શનાળા બાયપાસ પર આવેલ રોયલ હોટેલ કરફ્યુમાં પણ ચાલુ રાખતા રવિભાઇ અરજણભાઇ ઘોડાસરા નામના શખ્સ સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મોરબી લાતી પ્લોટ ૧૧ નંબરના નાકા નજીક આવેલ અલરજા હોટેલના સંચાલક સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૧ રહે,જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડ મોરબી) એ નાઈટ કરફ્યુમાં હોટેલ શરૂ રાખતા તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત મોરબી નગર દરવાજા ચોકમાં આવેલ ભાવાની ગાંઠીયા નામની લારી રાત્રિ કરફ્યુમાં શરૂ રાખતા ભાવેશભાઈ જયંતીભાઈ કંદોઈ (ઉ.વ.૪૨ રહે. રવાપર રોડ વર્ધમાન સોસાયટી મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. તથા મોરબી ઉમિયા સર્કલ પાસે કામ વગર આંટા ફેરા કરતા સમીલભાઇ દાઉદભાઇ પીંજારા (ઉ.વ.૨૦ રહે.કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી)ને પોલીસે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.