Wednesday, November 6, 2024
HomeGujaratકોરોનાની બીજી લહેર દરમ્યાન કોવિડ સેન્ટર શરૂ કરી લોકોની સેવા કરનાર ૧૯...

કોરોનાની બીજી લહેર દરમ્યાન કોવિડ સેન્ટર શરૂ કરી લોકોની સેવા કરનાર ૧૯ સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન કરાયું

મોરબીમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ હતી ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓએ સરકારની સાથે ખભેખભો મિલાવી કોવિડ સેન્ટરો શરૂ કરીને દર્દીઓની સેવા કરીને દર્દીઓને કોરોનામાંથી મુક્ત કર્યા હતા. કપરા સમયે દર્દીઓની વહારે આવેલી આવી સેવાભાવી સંસ્થાઓને બિરદાવી પ્રોત્સાહિત કરવા માટે આજે જિલ્લા કલેકટરના હસ્તે સેવાભાવી સંસ્થાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કોરોનાની બીજી લહેરમાં કોવિડ સેન્ટર શરૂ કરનાર ૧૯ સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જિલ્લા કલેકટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશીના હસ્તે કોરોનાની બીજી લહેરમાં સેવા કરનાર સેવાભાવી સંસ્થાઓ પાટીદાર કોરોના કેર સેન્ટર-પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પાટીદાર કોરોના કેર સેન્ટર-જોધપર, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન, અજંતા એલપીપી એમ કુલ ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!