રાજય પોલીસ બેડામાં લાંબાસમય બાદ એક સાથે 57 બિન હથિયારી DYSP ની બદલીનો ઘણવો કાઢવામા આવ્યો છે જેમાં મોરબી ખાતે ફરજ બજાવતાં હોનહાર ડીવાયએસપીની ATS માં બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) તરીકે ફરજ બજાવતા 57 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના એસસીએસટી સેલમાં Dysp તરીકે યશસ્વી સેવા બજાવતા હર્ષ ઉપાધ્યાયની એટીએસ dysp તરીકે મુકવામાં આવ્યા છે વધુમાં મોરબી જીલ્લાના વતની અને હાલ સાણંદ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કે. ટી.કામરીયાની પણ સ્ટેટ મોનિટરિંગ સેલમા બદલી કરી દેવામાં આવી હોવાનું સતાવાર રિતે જાહેર થવા પામ્યું છે.